Home Education
November 28, 2025

GPSCએ વિવિધ 67 વિભાગની 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, કાલથી ઓનલાઈન અરજી કરી શકાશે

Inside Gujarat

Author

Post Image

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 01  વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે. GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ, સરકારી ઈજનેરી કોલેજો ખાતે સહાયક પ્રાધ્યાપક, સરકારી પોલિટેક્નિક ખાતે વ્યાખ્યાતા, વાણિજ્યા અને વિજ્ઞાન કોલેજો ખાતે મદદનીશ પ્રાધ્યાપક સહિતની વિવિધ ક્લાસ 2 પદ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

આવતીકાલથી ફોર્મ ભરાવવાના શરૂ

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 29 નવેમ્બર, બપોરે 1 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકશે. જેમાં જાહેરાત ક્રમાંક 44થી 110/2025-26 માટે 13 ડિસેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

 

  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature
  •  
  •  
  •  
  •  
  •  
  • Beta
Beta feature