Home World
July 12, 2026

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો જહાજ પર હુમલો: 11 ભારતીયો સવાર હતા, 10 નો આબાદ બચાવ જ્યારે 1 નાગરિક ગુમ

Author

Post Image

અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષની વચ્ચે ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ઈરાની સેનાએ ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. ઈરાને આ વખતે સાયપ્રસ (Cyprus) નો ધ્વજ ધરાવતા એક કોમર્શિયલ જહાજ 'GFS ગેલેક્સી' (GFS Galaxy) ને નિશાન બનાવ્યું છે. આ હુમલા બાદ જહાજ પર ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ક્રૂ મેમ્બર્સને જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ જહાજ પર કુલ 11 Indian નાગરિકો સવાર હતા.

ભારત સરકારે કરી પુષ્ટિ: 1 ભારતીય ગુમ

ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે (MEA) આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, "અમે ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. જહાજ પર હાજર 11 ભારતીય નાગરિકોમાંથી 10 Indians ને અત્યાર સુધીમાં સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 1 Indian નાગરિક હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે." ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ (Indian Embassy) સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને ગુમ થયેલા ભારતીય નાગરિકના સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે ઓમાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

હુમલાને લઈને ઈરાનનો તર્ક

આ હુમલાના કારણે GFS ગેલેક્સી જહાજને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, ઈરાને આ હુમલાને યોગ્ય ઠેરવ્યો છે. ઈરાનનું કહેવું છે કે આ જહાજ નિયમોનું ઉલ્લંઘન કરીને 'બિન-પરવાનગી' વાળા દરિયાઈ માર્ગ પર ચાલી રહ્યું હતું અને તેને સાચા રસ્તે લાવવા માટે આ એક સુધારાત્મક પગલું (Corrective Step) હતું. આ ઘટના બાદ ઈરાને આંતરરાષ્ટ્રીય તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. બીજી તરફ અમેરિકાએ પણ ઈરાન પર જવાબી હુમલાઓનો નવો દોર શરૂ કરી દીધો છે, જેનાથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી છે.

ભારતે સ્થિતિને 'અત્યંત ચિંતાજનક' ગણાવી

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વ્યાપારી જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ સામે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે અને બંને પક્ષોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. ભારતે જણાવ્યું કે, "આ વિસ્તારમાં કોમર્શિયલ શિપિંગ પર થઈ રહેલા હુમલા અત્યંત ચિંતાજનક છે. અમે તણાવને તાત્કાલિક ઘટાડવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાતચીતને ઝડપથી પૂરી કરવાની અમારી અપીલનું પુનરાવર્તન કરીએ છીએ, જેથી આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે."

ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો હવાલો આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં વ્યાપારી જહાજો અને સામાન્ય નાગરિકો માટેના માળખાગત સુવિધાઓ (Infrastructure) ને નિશાન બનાવવા જોઈએ નહીં. આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને કોઈપણ અડચણ વિનાની અવરજવર તથા વેપારને વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ.