Home National
February 26, 2026

'બાળકોને શું ભણાવાઈ રહ્યું છે, તેનું ધ્યાન રાખવું જોઈએ', NCERT પુસ્તક વિવાદ પર PM મોદી નારાજ,

Paras Joshi

Author

Post Image

ધોરણ 8ના NCERT ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં કરપ્શન સંબંધિત ચેપ્ટર સમાવેશ થવા મામલે દેશની રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રમાં ભારે હલચલ મચી છે. હવે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જણાવ્યા અનુસાર મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકોને શું ભણાવવામાં આવે છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન PM Modi એ પ્રશ્ન ઉઠાવ્યો કે 8th Class ના વિદ્યાર્થીઓને આપાતી સામગ્રી કેટલી સંવેદનશીલ અને જવાબદાર રીતે તૈયાર થાય છે તે સુનિશ્ચિત થવું જોઈએ. આ બેઠક બાદ જ તેઓ ઇઝરાયેલ પ્રવાસે રવાના થયા હતા અને તેઓ ગુરુવારે પરત ફરી રહ્યા છે. આવા સંજોગોમાં હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવી શકે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhan એ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જવાબદારી નક્કી કરવામાં આવશે અને વિવાદાસ્પદ અંશ તૈયાર કરવામાં સામેલ રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ન્યાયપાલિકાનો સંપૂર્ણ સન્માન કરે છે અને કોઈપણ રીતે તેની અવમાનના કરવાનો ઈરાદો નહોતો.

વિવાદનું કેન્દ્ર એ હતું કે NCERT ની 8th Class ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર, કેસોની મોટી સંખ્યામાં લંબિત સ્થિતિ અને ન્યાયાધીશોની અછત જેવી બાબતોને પડકાર તરીકે રજૂ કરવામાં આવી હતી. આ સંદર્ભોને લઈને ભારે વિરોધ થયો અને દેશની સર્વોચ્ચ અદાલત Supreme Court of India એ મામલે કડક વલણ અપનાવ્યું.

સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું કે એવું લાગી રહ્યું છે કે ન્યાયિક સંસ્થાને નબળી પાડવા અને તેની ગૌરવને ઠેસ પહોંચાડવા માટે એક સુનિયોજિત પ્રયાસ કરવામાં આવ્યો છે. ટોચની અદાલતે 8th Class ની આ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક પર “complete ban” લગાવી દીધો છે. અદાલતે પુસ્તકની તમામ Copy જપ્ત કરવાનો અને તેની Digital Version પણ દૂર કરવાનો આદેશ આપ્યો છે.