Home National
July 28, 2026

ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીનો નવો રેકોર્ડ: ફોલોઅર્સ 10.5 કરોડને પાર

Paras Joshi

Author

Post Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર હવે તેમના ફોલોઅર્સની સંખ્યા 105 મિલિયન (10.5 કરોડ) થી વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા માત્ર એક સપ્તાહ દરમિયાન તેમના એકાઉન્ટ સાથે 40 લાખથી વધુ નવા ફોલોઅર્સ જોડાયા છે. માત્ર એક અઠવાડિયા પહેલા તેમના ફોલોઅર્સની સંખ્યા 101 મિલિયન (10.1 કરોડ) હતી, જે વાયરલ વીડિયોઝ અને ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમના પુશને કારણે ઝડપથી વધીને 105 મિલિયન (10.5 કરોડ) ને પાર પહોંચી ગઈ છે.

એકાઉન્ટ પ્રોફાઇલ અને ઝીરો ફોલોઇંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં માત્ર 1452 પોસ્ટ શેર કરી છે. અહીં ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેઓ કોઈ પણ વ્યક્તિ કે એકાઉન્ટને ફોલો કરતા નથી (ઝીરો ફોલોઇંગ).

CJP અને GenZ પ્રોટેસ્ટ પર બનાવેલા વીડિયો થયા વાયરલ

તાજેતરમાં ચર્ચામાં રહેલા CJP વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક ખાસ વીડિયો પોસ્ટ કર્યા હતા, જે રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. આ વીડિયોઝ પર મિલિયન્સમાં લાઈક્સ અને વ્યુઝ મળ્યા છે:

પેપર લીક પર કડક કાયદો

વડાપ્રધાને પોતાના વીડિયો સંદેશમાં વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે સરકાર પેપર લીક જેવા ગંભીર મુદ્દાને રોકવા માટે કડક કાયદો લાવી રહી છે અને સરકાર આ બાબતે અત્યંત ગંભીરતાથી વિચારણા કરી રહી છે. નોંધનીય છે કે, આ જ CJP પ્રદર્શનના વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

જંતર-મંતર પ્રોટેસ્ટ અને વર્ટિકલ વીડિયો રણનીતિ

પીએમ મોદીએ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા GenZ-CJP પ્રોટેસ્ટને સંબોધિત કરતો એક વર્ટિકલ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને અભૂતપૂર્વ વ્યુઝ મળ્યા હતા અને તે પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૌથી વધુ જોવાયેલી રીલ્સમાં બીજા ક્રમે આવી ગયો હતો.

વર્ટિકલ વીડિયો અને ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમનું ગણિત

પીએમ મોદીની સોશિયલ મીડિયા ટીમે આ વીડિયો ખાસ કરીને દેશની યુવા પેઢી (GenZ) સુધી પહોંચાડવા માટે જ વર્ટિકલ ફોર્મેટમાં શૂટ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ સામાન્ય રીતે વર્ટિકલ વીડિયો અને રીલ્સને વધુ પ્રમોટ કરે છે અને વધારે રીચ આપે છે. પ્રોટેસ્ટ સાથે જોડાયેલા વીડિયોઝ પહેલાથી જ ટ્રેન્ડિંગમાં હોવાથી આ વીડિયોઝને પણ જબરદસ્ત પુશ મળ્યો હતો.

પીએમ મોદીના આ બે બેક-ટુ-બેક વીડિયોઝના કારણે માત્ર તેમની વીડિયો રીચ જ ન વધી, પરંતુ ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમના આધારે તેમના એકાઉન્ટ પર ટૂંકા સમયમાં 40 લાખથી વધુ નવા ફોલોઅર્સ પણ ઉમેરાઈ ગયા.