Home Sports
February 24, 2026

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો, જાણો કેમ..

Author

Post Image

T20 World Cup 2026 દરમિયાન ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ફિનિશર તરીકે ઓળખાતા Rinku Singh પરિવારની ઇમરજન્સી વચ્ચે કેમ્પ છોડીને ઘરે પરત ફર્યા છે. મળતી માહિતી મુજબ તેમના પિતાની તબિયત અચાનક ગંભીર બની ગઈ છે અને તેમને ગ્રેટર નોઇડાના હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિંકૂ સિંહે તરત જ ટીમ કેમ્પ છોડવાનો નિર્ણય લીધો.

સૂત્રોના જણાવ્યા મુજબ રિંકૂના પિતાની હાલત નાજુક છે અને ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે. પરિવારની આ સંવેદનશીલ પરિસ્થિતિમાં ખેલાડી માટે ક્રિકેટ કરતાં પરિવાર પ્રથમ પ્રાથમિકતા બની છે. ટીમ મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફ સતત રિંકૂના પરિવાર સાથે સંપર્કમાં છે અને આગામી મુકાબલાઓ માટે તેમની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

ટીમ ઇન્ડિયા આગામી મેચમાં ઝિમ્બાબ્વે સામે મેદાનમાં ઉતરવાની છે. જોકે હાલની પરિસ્થિતિ જોતા રિંકૂ સિંહનું આ મુકાબલામાં રમવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. તેઓ ટીમ સાથે ચેન્નઈ ગયા હતા, પરંતુ પિતાની તબિયત વિશે જાણ થતાં જ તરત જ પરત ફરી ગયા.

ફિનિશર તરીકે જાણીતા રિંકૂ સિંહનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં તેમણે માત્ર 24 રન જ બનાવ્યા છે. અમેરિકા સામે 14 બોલમાં 6 રન, નામીબિયા સામે 6 બોલમાં 1 રન, પાકિસ્તાન સામે 4 બોલમાં નાબાદ 11 રન અને નેધરલેન્ડ્સ સામે 3 બોલમાં નાબાદ 6 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામે તેઓ 2 બોલ રમ્યા પરંતુ ખાતું ખોલ્યા વગર આઉટ થયા.