Home Entertainment
March 01, 2026

દુબઈ એરપોર્ટ પર ફસાઈ બોલીવુડ અભિનેત્રી સોનલ ચૌહાણ, પીએમ મોદીને કરી મદદ માટે અપીલ

Paras Joshi

Author

Post Image

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધજન્ય તણાવ વચ્ચે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ ખાડી વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર બની છે. આ સંજોગોમાં બોલિવૂડ અભિનેત્રી અને સિંગર Sonal Chauhan દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે અને તેમણે ભારતના વડાપ્રધાન Narendra Modi પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મદદની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ થતાં હજારો મુસાફરોની જેમ તેઓ પણ અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં અટવાઈ ગયા છે.

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત સૈનિકી હુમલાઓ બાદ ઈરાનએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકન સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે. દુબઈમાં પણ સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે Dubai International Airport અને Al Maktoum International Airport પરથી તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં ગણાતા આ બંને હવાઈમથકો બંધ થતાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે.

આ કપરા સમયમાં Sonal Chauhanએ X પર પોસ્ટ કરી લખ્યું કે માનનીય PM મોદીજી, હું હાલમાં દુબઈમાં ચાલી રહેલા સંકટને કારણે ફસાઈ ગઈ છું. ફ્લાઇટ્સ cancel થઈ ગઈ છે અને ભારત પરત ફરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી. હું સુરક્ષિત રીતે ઘરે પરત આવવા માટે સરકાર પાસેથી માર્ગદર્શન અને સહાય માંગું છું. કોઈપણ મદદ માટે હું આભારી રહીશ. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગઈ અને અનેક ચાહકોએ સરકારને જરૂરી સહાય કરવા અપીલ કરી.