Home Entertainment
July 17, 2026

સોનમ વાંગચુક '3 Idiots' ના 'રેંચો'નથી, આમિર ખાનનો ચોંકાવનારો ખુલાસો

Paras Joshi

Author

Post Image

લદ્દાખના પ્રખ્યાત એન્જિનિયર અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક હાલમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાળ (અનશન) પર બેઠા છે. તેમની આ ન્યાયની લડાઈમાં બોલિવૂડમાંથી પણ અનેક અવાજો ઉઠી રહ્યા છે. આ જ ક્રમમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે ખુલ્લેઆમ સોનમ વાંગચુકને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. કિરણ રાવે સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ પિક્ચર (DP) બદલીને સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપતો સંદેશ શેર કર્યો છે.

કિરણ રાવે વ્યક્ત કરી ચિંતા, સરકારને કરી અપીલ

કિરણ રાવે સોશિયલ મીડિયા પર સક્રિય થઈને સોનમ વાંગચુકની અવાજને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. તેઓ લદ્દાખના પર્યાવરણ, શિક્ષણ અને સ્થાનિક લોકોના અધિકારોની રક્ષણ માટેની લડાઈમાં સોનમ સાથે ઉભેલા જોવા મળ્યા છે. કિરણ રાવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "19 દિવસ વીતી ગયા હોવા છતાં આ ભૂખ હડતાળ પર સંપૂર્ણ મૌન જોવું ખૂબ જ દુઃખદ છે. સત્તામાં બેઠેલા લોકોને જનતાની વાત સાંભળવા માટે આખરે શું કરવું પડશે? આ બાબત અત્યંત આશ્ચર્યજનક અને અમાનવીય છે. હું સરકારને અપીલ કરું છું કે તે પ્રદર્શનકારીઓ સાથે સત્વરે વાતચીત કરે, વિદ્યાર્થીઓનું દર્દ સમજે અને આ મડાગાંઠનો અંત લાવે. આપણને આપણી વાત રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે." સામાજિક મુદ્દાઓ પર સંવેદનશીલતા દાખવીને મૌન તોડવા બદલ લોકો કિરણ રાવની આ પહેલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

'૩ ઇડિયટ્સ' ના 'રેંચો' અંગે આમિર ખાનનો મોટો ખુલાસો

આ દરમિયાન, લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (London Indian Film Festival) માં હાજરી આપવા પહોંચેલા બોલિવૂડ અભિનેતા આમિર ખાને સોનમ વાંગચુક પર એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 3 Idiots નું લોકપ્રિય પાત્ર ‘રેંચો’ (Rancho) ફરી એકવાર દેશભરમાં હેડલાઇન્સમાં આવી ગયું છે. આમિર ખાને ખુલાસો કરતા જણાવ્યું કે, ફિલ્મમાં તેમનું ‘રેંચો’ નું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત (Inspired) નથી. તે ફિલ્મની શૂટિંગના સમયગાળા દરમિયાન તો તેઓ સોનમ વાંગચુકને ક્યારેય મળ્યા પણ નહોતા. આ સાથે જ આમિર ખાને તાજેતરમાં ફિલ્મમાં 'ચતુર' નું પાત્ર ભજવનાર ઓમી વૈદ્ય દ્વારા કરવામાં આવેલા દાવાને તદ્દન ખોટો અને અફવા ગણાવ્યો છે.

કોણ છે સોનમ વાંગચુક?

સોનમ વાંગચુક લદ્દાખના એક સાદા અને નાના ગામમાંથી આવતા એક પ્રતિભાશાળી એન્જિનિયર છે. તેમણે SECMOL નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી છે, જ્યાં બાળકોને ગોખણપટ્ટીના બદલે ખૂબ જ રસપ્રદ અને પ્રાયોગિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. તેઓ કુત્રિમ ગ્લેશિયર એટલે કે 'આઇસ સ્તૂપા' (Ice Stupa) જેવી અદભુત પર્યાવરણ અનુકૂળ ટેકનોલોજી વિકસાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેઓ લાંબા સમયથી લદ્દાખની સંસ્કૃતિ, રોજગાર અને સ્થાનિકોના હકોની લડાઈ અડગ રહીને લડી રહ્યા છે.