Home National
April 20, 2026

મોતના મુખમાંથી હેમખેમ બહાર આવ્યું ભારતીય જહાજ: હોર્મુઝમાં ફાયરિંગ વચ્ચે 'દેશ ગરિમા' ટેન્કર મુંબઈ આવવા રવાના

Paras Joshi

Author

Post Image

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને નાકેબંધી વચ્ચે ભારતીય ટેલ ટેન્કર દેશ ગરિમા સુરક્ષિત રીતે પાર થઈ ગયું છે. આ જહાજ પર 31 ભારતીય સવાર હતા. પેટ્રોલિયમ અને પાક્રૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે ઈરાન સાથે અને ઈરાનના વિદેશ મંત્રાલય  સાથે ભારતીય જહાજોને સ્ટ્રેટ ઓફ હાર્મુઝમાંથી પસાર થવાને લઈને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી લીધી છે. ત્યારે ઈરાન તરફથી ભારતીય જહાજોને કોઈપણ પ્રકારનું નડતર કે પ્રોબ્લેમ નહીં આવે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો છે. ભારત માટે આ એમ મોટી જીત છે. જ્યારે વિશ્વભરના જહાજો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયા છે ત્યારે ભારતીય જહાજો કોઈપણ અડચણ વગર પસાર થઈ રહ્યા છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને નાકેબંધી વચ્ચે ભારતીય તેલ ટેન્કર ‘દેશ ગરિમા’ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ જહાજ પર 31 ભારતીય સભ્યો સવાર છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલના રોજ જ્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી ત્યારે આ જહાજે પોતાનો રસ્તો કાપ્યો હતો. ‘દેશ ગરિમા’ 22 એપ્રિલ સુધીમાં મુંબઈ બંદરે પહોંચે તેવી શક્યતા છે. જોકે, આ જ દિવસે અન્ય બે ભારતીય જહાજો પર હુમલો થતા તેમને પાછા ફરવું પડ્યું હતું.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, 18 એપ્રિલના રોજ હોર્મુઝ જળડમરુમધ્યમાં સ્થિતિ અત્યંત સ્ફોટક હતી. ઈરાની નૌસેનાએ તે સમયે દરિયાઈ માર્ગે કડક નાકેબંધી કરી રાખી હતી અને પસાર થતા જહાજો પર નજર રાખવામાં આવી રહી હતી. આ પડકારજનક સમયમાં ‘દેશ ગરિમા’ ટેન્કરે કોઈપણ નુકસાન વિના આ માર્ગ પસાર કર્યો હતો. મંત્રાલયે પુષ્ટિ કરી છે કે જહાજ પર રહેલા તમામ 31 ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જહાજની કાર્યક્ષમતામાં કોઈ અવરોધ આવ્યો નથી. આ જહાજ હવે 22 એપ્રિલના રોજ મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે, જે ભારતની ઉર્જા સુરક્ષા માટે એક મહત્વની સફળતા માનવામાં આવે છે.