Home Sports
January 12, 2026

IND vs NZ: કિંગ કોહલીનું બેટ ગર્જ્યું, ભારતે પહેલી વન-ડેમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું

Paras Joshi

Author

Post Image

વડોદરામાં રમાયેલા પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટથી શાનદાર જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. 301 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે સંઘર્ષભરી પરંતુ આત્મવિશ્વાસથી ભરેલી ઇનિંગ રમી. 

વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે મોટા મંચ પર તેમનો ક્લાસ અલગ જ છે. કોહલીએ 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમતા ચેસને મજબૂત પાયો આપ્યો. તેમની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો. કોહલી સાથે કેપ્ટન શુભમન ગિલે પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરી અને 56 રનની દમદાર ઇનિંગ રમી.

મિડલ ઓવર્સમાં શ્રેયસ અય્યરે પણ 49 રનનું યોગદાન આપ્યું, પરંતુ અંતિમ તબક્કામાં ભારતે થોડા જ બોલમાં મહત્વપૂર્ણ વિકેટ ગુમાવતા મેચ રોમાંચક બની ગઈ. આવી સ્થિતિમાં કે.એલ. રાહુલે શાંત મનથી રમતાં નાબાદ 29 રન કર્યા અને છેલ્લી ઓવરમાં છગ્ગા સાથે ટીમને જીત અપાવી.

તે પહેલાં ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે 84 રનની લડાકૂ ઇનિંગ રમી હતી, જ્યારે કોનવે અને નિકોલ્સે અર્ધશતક નોંધાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ ઝડપી.