Home Entertainment
January 12, 2026

પ્રભાસની દ રાજા બાસ ફિલ્મનો બોક્સ ઓફિસ પર જલવો, 100 કરોડ ક્લબમાં એન્ટ્રી

Paras Joshi

Author

Post Image

પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ ‘દ રાજા સાબ’એ રિલીઝના ત્રીજા જ દિવસે બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. શરૂઆતના દિવસોમાં મિશ્ર પ્રતિસાદ છતાં, ફિલ્મે વિકએન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

સેકનિલ્ક અનુસાર, ફિલ્મે પેડ પ્રિવ્યુમાં 9.15 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રથમ દિવસે 53.75 કરોડ, બીજા દિવસે 26 કરોડ અને ત્રીજા દિવસે અંદાજે 20 કરોડની કમાણી સાથે કુલ કલેક્શન 108.90 કરોડ સુધી પહોંચ્યું છે.

આ સાથે ‘દ રાજા સાબ’એ ‘વોર 2’નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફિલ્મમાં પ્રભાસ સાથે સંજય દત્ત અને બોમન ઈરાની જેવી દિગ્ગજ સ્ટારકાસ્ટ છે. 400 કરોડના બજેટવાળી આ ફિલ્મ માટે 800 કરોડનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે.