Home Politics
February 24, 2026

યુએસ સુપ્રીમ કોર્ટે ટેરિફ પર રોક લગાવી, પીએમ મોદીએ ડીલ રદ કરી બતાવે: રાહુલ ગાંધી

Paras Joshi

Author

Post Image

રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ભોપાલમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલને ભારત માટે 'હોલસેલ સરેન્ડર' (સંપૂર્ણ શરણાગતિ) ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સમજૂતી ભારે બાહ્ય દબાણ હેઠળ કરવામાં આવી છે અને તેનાથી ભારતીય ખેડૂતો અને સ્થાનિક વેપારને મોટું નુકસાન થશે.

અદાણી અને અંબાણી સાથેના સંબંધો પર સવાલ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ગૌતમ અદાણી અને અનિલ અંબાણીનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરી હતી. તેમણે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસ અને 'એપ્સ્ટાઈન ફાઇલ્સ'નો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યા હતા કે શા માટે સરકાર અમુક ઉદ્યોગપતિઓને બચાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી દબાણમાં આવીને દેશના હિતોનું વેચાણ કરી રહ્યા છે કારણ કે તેમને બહારથી 'ચોક' (દબાવવામાં) કરવામાં આવી રહ્યા છે.

સીમા વિવાદ અને ડેટા સાર્વભૌમત્વ ચાઈના બોર્ડર પરની સ્થિતિ અને ડિજિટલ ટ્રેડના મુદ્દે પણ તેમણે સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ડિજિટલ ટ્રેડ અને ડેટા લોકલાઇઝેશન (માહિતીના સ્થાનિક સંગ્રહ) પરનો પોતાનો અંકુશ ગુમાવી રહી છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે આ વેપાર કરાર અમેરિકાને ભારતના નાણાકીય અને ઉર્જા ક્ષેત્રોને હથિયાર તરીકે વાપરવાની તક આપશે, જે દેશની સુરક્ષા અને સ્વાયત્તતા માટે જોખમી સાબિત થઈ શકે છે.