ભારત સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ

Author

admin

Author

November 12, 2025
4 days ago
1,234 views
Post Image

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ આજે, 12 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને તપાસ વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી કેબિનેટ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર અને NSA અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. 

કેબિનેટ બેઠકમાં દિલ્હી બ્લાસ્ટના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ અને ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાઈ હતી. તમામ મંત્રીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને કેબિનેટે બ્લાસ્ટની આકરી નિંદા કરી હતી. નોંધનીય છે કે, આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે.