શક્તિ ઉર્ફે પેંડાની ‘યાદ’માં ગેંગનું નામ ‘પેંડાગેંગ’ પડ્યું:ફાયરિંગ સહિતના 70 ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી 10 દિવસના રિમાન્ડ પર, મિલ્કત ટાંચમાં લેવા કવાયત શરૂ
admin
Author
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે બાકીના 11 આરોપીઓનો આજે જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફત કબ્જો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ચાર આરોપીના 10 દિવસના રિમાન્ડ, મિલ્કત ટાંચમાં લેવા કવાયત હાલ આ કેસમાં પકડાયેલા ચાર આરોપીને 10 દિવસના રિમાન્ડ મેળવી આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલ્કત ટાંચમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ ગેરકાયદે દબાણ હોવાનું જાણવા મળશે તો તેને તોડી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા દશ વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, મારામારી સહીત કુલ 71 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.