Home Gujarat
February 26, 2026

ગુજરાત પોલીસ ભરતી: PSI કેડરમાં 1.10 લાખ ઉમેદવારો પાસ થયા, હવે લેખિત પરીક્ષા યોજાશે

Paras Joshi

Author

Post Image

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયા મુજબ પી.એસ.આઈ. કેડર અને લોકરક્ષક કેડરના વર્ગમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીમાં જોડાયા છે. PSI કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ થતા 1.10 લાખ ઉમેદવારોનું ક્વોલિફાય લિસ્ટ જાહેર કરાયું છે. જ્યારે LRD કેડરની ફિઝિકલ ટેસ્ટ 13 માર્ચ સુધી ચાલવાની હોય ત્યારબાદ ક્વોલિફાય લીસ્ટ આવશે. PSI કેડરના ક્વોલિફાય થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા સંભવિત 19 એપ્રિલે યોજાઈ શકે છે.

1.10 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા


કસોટી પૂર્ણ થયા બાદ પી.એસ.આઈ. તેમજ લોકરક્ષક બંને માટે નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી હાથ ધરવામાં આવી હતી. તેમાંમાંથી 1,10,665 ઉમેદવારો શારીરિક પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. પાસ થયેલા ઉમેદવારોમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાવાની સંભાવના

ભરતી બોર્ડ દ્વારા ગત રોજ પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આવનાર તા. 19 એપ્રિલ, 2026ના રોજ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં આ વખતે ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો છે, જેના કારણે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે. ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે.