વિશ્વભરના તણાવ વચ્ચે યુક્રેને ભારત પર વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું - 'પીએમ મોદી વૈશ્વિક શાંતિ લાવી શકે છે'
Paras Joshi
Author
વૈશ્વિક સ્તરે વધતા સંઘર્ષ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેનએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતા પર ખુલ્લેઆમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્ડર પોલિશચુકે જણાવ્યું કે વડાપ્રધાન મોદી વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે અસરકારક અને સંતુલિત ભૂમિકા ભજવી રહ્યા છે.
રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન રાજદૂતે જણાવ્યું કે ભારત હવે માત્ર આર્થિક મહાસત્તા નથી, પરંતુ જવાબદાર અને વિશ્વસનીય કૂટનીતિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે હાલની અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતનો સંવાદ અને શાંતિ પર આધારિત અભિગમ સમગ્ર દુનિયા માટે મહત્વપૂર્ણ છે.
યુક્રેન અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધો પર વાત કરતા તેમણે જણાવ્યું કે યુદ્ધ પહેલાં બંને દેશો વચ્ચેના પ્રોજેક્ટ્સની કિંમત લગભગ 4 અબજ ડોલર હતી. આવનારા સમયમાં આ સહકાર વધુ વિસ્તરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સંભવિત ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો.