Home Gujarat
January 15, 2026

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી ઉત્તરાયણની ઉજવણી

Paras Joshi

Author

Post Image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે છે. તેઓ દર વર્ષે ઉત્તરાયણનો પર્વ અમદાવાદમાં આવીને ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે પોતાની આ પરંપરાને બરકરાર રાખી છે. અમિતભાઈ શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી. નારણપુરા (Naranpura) વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ધાબે પતંગ (Kite) ઉડાવી. હર્ષોલ્લાસ સાથે તેમણે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.

વહેલી સવારે અમિતભાઈ શાહ પરિવાર સાથે અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિર (Lord Jagannathji Temple) પહોંચ્યા હતા. મંદિરે તેઓ પહોંચ્યા તે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં ભગવાન જગન્નાથજીના દર્શન, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. અમિતભાઈ શાહે પરિવાર સાથે મંદિર પરિસરમાં ગૌ પૂજા કરી હતી. અને ઘાસનું દાન પણ કર્યું હતું. તો અમિતભાઈ શાહની એક ઝલક જોવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

અમિતભાઈ શાહ નારણપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાના અર્જૂન ગ્રીન ફ્લેટ (Arjun Green Flat) પહોંચ્યા હતા. સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ તેમનું હરખ સાથે સ્વાગત પણ કર્યું હતુ. અર્જુન ગ્રીન્સના ધાબા પર ચઢીને તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી. હંમેશાની જેમ અમિતભાઈ શાહ પતંગ ચગાવતા અને અમદાવાદના આકાશમાં અન્ય પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યાં.