હર્ષ સંઘવીએ મકરસંક્રાતિની શાનદાર ઉજવણી કરી, ડ્રગ્સ માફિયાઓને આપી ચેતવણી
Paras Joshi
Author
ગુજરાતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્તરાયણના પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હર્ષભાઇ સંઘવીએ પોતાના હોમટાઉન સુરતના (Surat) વીઆઈપી રોડ પર આવેલી રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો મનભરીને આનંદ માણ્યો હતો. ડીજેના તાલે અને 'કાઈપો છે' ના ગુંજતા નારાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ પતંગ ચગાવીને આકાશમાં પેચ લડાવ્યા હતા. આ દરમિયાન ધાબા પર હાજર સૌ કોઈનો ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો. એક સામાન્ય નાગરિકની જેમ જનતા વચ્ચે રહીને પર્વની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ આ તકે તમામ સુરતીલાલાઓને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે સુરતના વીઆઈપી રોડ સ્થિત રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર હર્ષભાઇ સંઘવીએ ઉત્તરાયણની (Harsh Sanghavi Uttarayan celebration Surat) ભવ્ય ઉજવણી કરી હતી. ડીજેના સાઉન્ડ અને 'કાઈપો છે' ના નારાઓ વચ્ચે તેમણે પતંગ ચગાવી હતી. પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં તેમણે આખો દિવસ પતંગબાજી અને પેચ લડાવવાની મજા માણી હતી.
સુરતમાં મકરસંક્રાંતિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પતંગબાજીની મજા માણતા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ હુંકાર કર્યો હતો. રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પરથી પતંગ ચગાવતા તેમણે જણાવ્યું કે, જે રીતે આજે આકાશમાં પતંગો કપાઈ રહ્યા છે, તેમ ડ્રગ્સના દૂષણને પણ જડમૂળથી કાપી નાખવામાં આવશે. દેશભરમાં ચાલતી ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરી તેમણે નાગરિકોને ચાઈનીઝ દોરીનો ત્યાગ કરી પક્ષીઓને બચાવવા અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવા અપીલ કરી હતી.