ADR રિપોર્ટ પર મિડિયાનું નેરેશન સામે સંપૂર્ણ હકીકત: પૂનમ માડમની સંપત્તિનો વધારો કાયદેસર અને સ્પષ્ટ સ્ત્રોતો પરથી
Paras Joshi
Author
ADR report: તાજેતરમાં ADR (Association for Democratic Reforms)ના રિપોર્ટને આધારે કેટલાક મીડિયા માધ્યમોએ એવો નેરેશન સેટ કરવાનો પ્રયાસ કર્યો કે પૂનમ માડમની સંપત્તિમાં અચાનક અને ‘રાતોરાત’ વધારો થયો છે. પરંતુ સંપૂર્ણ આંકડાઓ અને વિગતવાર નાણાકીય માહિતી સામે આવે છે ત્યારે આ નેરેશન ભ્રામક સાબિત થાય છે.
આંકડા માત્ર વ્યક્તિગત નહીં, પરિવાર અને HUFના છે
સૌપ્રથમ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જાહેર કરાયેલા આંકડા માત્ર પૂનમ માડમના વ્યક્તિગત નથી, પરંતુ તેમાં Self, પતિ અને HUF (હિંદુ અવિભક્ત કુટુંબ) — ત્રણેયની સંપત્તિનો સમાવેશ થાય છે. આ મહત્વની બાબત ઘણી જગ્યાએ અવગણવામાં આવી છે.
ગ્રોસ આંકડા બતાવી ભ્રમ ફેલાવાયો
• મીડિયામાં જે રીતે સંપત્તિમાં વધારો હાઇલાઇટ કરવામાં આવ્યો છે, તે માત્ર લોન અને જવાબદારીઓ ધ્યાનમાં લીધા વિના છે.
• છેલ્લા 10 વર્ષમાં કુલ સંપત્તિમાં અંદાજે રૂ. 130 કરોડનો વધારો થયો છે, પરંતુ આ સામે રૂ. 46.75 કરોડ જેટલી લોન અને નાણાકીય જવાબદારીઓમાં પણ વધારો થયો છે.
• આ બંનેને બાદ કરીએ તો 10 વર્ષમાં નેટ સંપત્તિમાં વાસ્તવિક વધારો રૂ. 83.25 કરોડનો જ થાય છે - જે ‘રાતોરાત’ વધારો કહેવાય નહીં.
સંપત્તિ વધારાના સ્પષ્ટ અને કાયદેસર સ્ત્રોતો
આ નેટ વધારાના સ્ત્રોતો સંપૂર્ણ રીતે જાહેર અને દસ્તાવેજ આધારિત છે:
1. આવકવેરા રિટર્ન મુજબ નેટ આવક
છેલ્લા 10 વર્ષમાં પરિવાર દ્વારા દાખલ કરાયેલા આવકવેરા રિટર્ન મુજબ, ટેક્સ ચુકવણી બાદ રૂ. 40.29 કરોડની નેટ આવક સંપત્તિમાં ઉમેરાઈ છે.
2. અચળ સંપત્તિના બજાર મૂલ્યમાં વધારો
જમીન અને મિલકતોના માર્કેટ વેલ્યુમાં વધારાથી રૂ. 14.77 કરોડનો વધારો નોંધાયો છે.
3. જ્વેલરીના બજાર મૂલ્યમાં વધારો
સોનાં-ચાંદી અને દાગીનાના માર્કેટ રેટ વધવાને કારણે રૂ. 4.15 કરોડનો વધારો થયો છે.
4. શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધારો
રોકાણોના મૂલ્યમાં રૂ. 0.93 કરોડનો વધારો થયો છે.
5. માતાથી મળેલી ભેટ (Gift)
પૂનમ માડમને તેમની માતા તરફથી રૂ. 36 કરોડની ભેટ પ્રાપ્ત થઈ છે. આ રકમ તેમની માતાએ પોતાની મિલકત વેચીને મેળવી હતી અને તે પણ તેમની આવકવેરા રિટર્નમાં જાહેર કરેલી છે.
👉 આ તમામ સ્ત્રોતોનો કુલ જથ્થો રૂ. 96.14 કરોડ થાય છે, જે જાહેર આંકડાઓ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો છે.
સામાન્ય નાગરિક માટે સામાન્ય, પરંતુ સાંસદ હોવાથી નેરેશન
જો કોઈ સામાન્ય વ્યક્તિ અથવા બિઝનેસમેન છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે આવકવેરા રિટર્ન ફાઈલ કરતો આવ્યો હોય, કાયદેસર રીતે રોકાણ કરતું આવ્યો હોય અને પરિવારની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હોય, તો તેની સંપત્તિ પણ આવી જ રીતે વધેલી જોવા મળે.
પરંતુ પૂનમ માડમ એક સાંસદ હોવાથી, કેટલાક મીડિયાએ અધૂરી માહિતી સાથે શંકાસ્પદ નેરેશન ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.
નિષ્કર્ષ
ADR રિપોર્ટના આંકડાઓને લોન, જવાબદારીઓ અને આવકના સ્ત્રોતો ધ્યાનમાં લીધા વગર રજૂ કરવાથી ભ્રમ સર્જાયો છે. હકીકતમાં પૂનમ માડમની સંપત્તિમાં થયેલો વધારો કાયદેસર આવક, જાહેર કરેલા ગિફ્ટ, અને બજાર મૂલ્યના સ્વાભાવિક ફેરફારના કારણે છે.
ગ્રોસ આંકડાઓ બતાવી નેરેશન બનાવવું સરળ છે, પરંતુ નેટ હકીકત સમજવી જરૂરી છે - અને આ કેસમાં હકીકત સંપૂર્ણપણે સ્પષ્ટ છે.